View About us
આજથી લગભગ સાતસો વર્ષો પૂર્વે એક પવિત્ર દિવસે ઉગતા સૂર્યની પ્રભાતે જાસલપુર ગામમાં પૂર્વ દિશાએ આવેલ “વાવ” માંથી સ્વયંભુ એક દૈવી શકિતનું પ્રાગ્ટય થયેલ છે. જે દેવી દિવસ ઉગતાની સાથે પ્રાગ્ટય થયેલ જેના હુલામણા નામથી “ઉગતાઈ માતા’’ એટલે કે મેલડી નું પ્રાગ્ટય થયેલ છે. જાસલપુર ગામ હાલ તમામ કોમો એટલે કે પટેલ, બ્રાહ્મણ, સુથાર, દરજી, રબારી, ઠાકોર, હરીજન રાવળ, નાડીયાં, વાળંદ, ગરાસીયા જેવી તમામ કોમોની વસ્તી ધરાવતું કડીથી માત્ર ૭ (સાત) કીલોમીટરના અંતરે આવેલ ગામ છે.
ગામના તમામ કોમોના લોકાએ ભેગામળી ને મેલડી માતાજી ને ગામ ટોડાની દેવી તરીકે ગામની ભાગોળે પૂર્વ દિશાએ બેસાડેલ છે જે દેવી શકિત હાલ ગામ ટોડાની દેવી તરીકે તમામ માણસોના મનોરથો પૂર્ણ કરે છે.
લોક વાયકા મુજબ કડી ગામ તે સમયે ગાયકવાડ સરકારના તાબામાં આવતું હતું જે સમયે કડીમાં માતાનું વરાવની હકુમત ચાલતી હતી એક દિવસ રાજા મલાવરાવ પોતાના રસાલા સાથે જાસલપુર ગામના પાદરેથી એટલે કે વાવની બાજુમાં થઈને નિકળેલ. વાવમાં પાણી જોતા રાજા રસાલા સાથે અહીં રોકાણ કરેલ તથા વાવ ના પાણી તેમજ કલા કોતરણી વાળા પથ્થરોને જોતાંજ રાજા મલાવરાવના ભેગામળી ાબ વિચારો આવેલા કે આ વાવ તોડીને તેના પથ્થરો વડે કડીમાં મારો મહેલ બનાવું તો કેવું સારૂ ?
આવા મલિન વિચારો સાથે રાજા મલાવરાવ કડી પહોંચતાની સાથે જ તેના સૈનિકોને હુકમ કરેલ કે જાસલપુર ગામની વાવ તોડીને તેના પથ્થરો વડે કડીમાં મારે રાજમહેલ બનાવવો છે તો ત ે માં તાબડતોબ જઈને જાસલપુર ગામે આવેલ વાવનો પથ્થરો કડી તરફ રવાના કરો.
જયારે રાજાના સૈનિકો મજુરો તથા બળદ ગાડાની સાથે જાસલપુર ગામે આવીને વાવના પથ્થરો તોડવાનું ચાલુ કરેલું તે સમયે જાસલપુર કડીના રાજયની દહમાં આવેલ હોવાથી સૈનિકો નો વિરોધ મનમાં ખરાબ હતું નહીં. પરંતુ, માતાજી ને પોતાનું પ્રાગ્ટયના પરચા બતાવવાનો સમય આવેલ હોવાથી માતાજી એ વાવના પથ્થરો તોડવા દીધા અને ગાડાઓમાં પથ્થર ભરીને રવાના કર્યા પણ ગાડાઓમાં પથ્થર ભરીને રવાના કર્યા પણ બળદ ખેંચી શકયા નહિ. સૈનિકોએ રાજયમાં ખબર બનાવવો છે તો ા ્થરો ખેંચાતા નથી તો રાજાએ કડીથી પોતાના હાથીથી ચાલતી ગાડીઓ રવાના કરી હાથીથી ચાલતી ગાડીઓમાં પથ્થર ભરીને ખેંચવા લાગ્યા પરંતુ માતાજી ને પોતાની પ્રાગ્ટયના પરચા બતાવવાના હોઈ રાખજે જાસલપુરથી વિસલપુરનો રસ્તો છે તે રસ્તા ઉપર જે ટેબાંમાં કરી શકે ંની સાથેજ હાથી જમીનમાં ગરકાવ થઈ ગયા તે જગ્યાને લોકો હાથી ટેંબા ના નામથી હાલ પણ ઓળખાય છે.
આવા પરચા આપવા છતાંય રાજા મલાવરાવ જીદ કરીને કડીમાં મહેલ બનાવવાનો ચાલુ કરેલ પણ કહેયાય છેકે મહેલનું ચણતર કામ જેટલું દિવસે કરવામાં આવે તેટલું રાત્રેી કે ગાડાથ ંજતું આવી રીતે ઘણા દિવસ ચાલુ રહેતા રાજા મલહવરાવ માતાજી ને બે હાથ જોડીને કરગરવા લાગ્યો ત્યારે માતાજીએ દિવ્ય વાણી મારફતે જણાવેલ કે તારો મહેલ હું પુરો થવા દઉ પણ તારા મહેલના સાતમા માળે તારે મારા બેસણો કરવા પડે તેવા વેણ કોલ થતાં માતાજીં પહોએચતાની થવા દિધો તથા રાજા મલાવરાવે માતાજીને મહેલના સાતમા માળે બેસણાં કરેલા જે હાલ કડીના કોટ વાળ માં મેલડી સાતમા માળે બિરાજમાન છે.
એક લોક વાયકા મુજબ પહેલાના જમાનામાં વાહન વ્યવહારની કોઈપણ સગવડ નહોતી તેવા સમયમાં લોકો વાહન વ્યવહાર માટે બળદ ગાડાનો વધારે ઉપયોગ કરતા હતા તેવીજ રીતે નંદાસણ ગામના સૈયદ અટકના મુસલમાન ભાઈઓ જાસલપુર મુકામેથી પસાર થતાં જેમાના એક ભાઈએ માં મેલડીનો એક પથ્થર ગાડામાં રાખીને સાથે લઈ ગયા હતોતે તેમના ઘેર ગયા પછીથી સૈયદ કુટુંમ્બના તમામ માણસો પર માં મેલડી ખૂબજ કોપાયમાન થયેલા તથા ખૂબજ મુશકેલીઓ ઉભી કરેલી જે મુશકેલીઓ સહન ન થતાં સૈયદ કુટુંમ્બના તમામ વડીલો એ ભેગા મળી ને માં ને ખૂબજ આજીજી કરીને માતાજીની માનતા બાધા રાખી માતાજી સ્વયં બોલેલા કે મારા પથ્થરની સ્થાપના કરીને મનેહીં બેસાડજો જે અનુસાર સૈયદ કુટુંમ્બના આગેવાનોએ મંદિર બનાવીને ત્યાં માતાજીના પ્રતિક રૂપે પથ્થરની સ્થાપવા કરેલ છે. જે જગ્યા હાલ નંદાસણ સૈયદની મેલડી તરીકે ઓળખવામાં આવે છે. તથા હાલ તેના પરચારૂપે મસુલમાનો ના તાજીયા નીકળે તેની માં મેલડી આજે પણ રમતા જોવા મળે છે.
આવીજ રીતે જાસલપુર ગામે એક ચમત્કારી દૈવી શકિતના બેસણા થયેલા તથા વાવની અંદરથી ગામના લોકો પણી ભરીને તે પાણી પીવા માટે ઉપયોગ કરતા દંત કથા મુજબ વાવમાં ગામની કોઈ દિકરી પડે તો તેના માથાના કેશ પણીમાં પલળતા નહીં.
માતાજીના મંદિર શંકુલના આગળના ચોકમાં દિવાળીના દિવસે ગરબા કરવામાં આવતા શરૂઆતમાં નાના પ્રમાણમાં ગરબા કરતા હતા. સમયાનુસાર સાથે તાલ મીલાવી સમયાન્તરે સદર જગ્યાએ ગામના યુવાનો એ ભેગામળી એક મંડળની સ્થાપના કરેલી જે મંડળ તે યુવક મંડળ જેના અથાગ પરીશ્રમથી તથા ગામ લોકોના સહકારથી માતાજીનું નવિન મંદીર બંધાવવાનું આયોજન કરવામાં આવેલું જેના ભાગરૂપે પ્રથમ માતાજીની આજ્ઞા લેવાનું નકકી કરેલ જે માતાજીએ આજ્ઞા કરેલી કે મારા મૂળ મંદિર ને તેની જગ્યાએથી હટાવતા નહી તેનો શણગાર કરજો તથા મારા નિમિત્તે કોઈની પાસેથી પૈસાની માગણી કરતા નહીં પૈસાતો હું દરિયા પારથી લાવીશ.
જે માતાજી ની આજ્ઞા શિરો માન્ય ગણી ગામના તમામ લોકોએ ખભેખભા મિલાવીને માતાજીનું નવિન મંદિર બંધાવવાનું નકકી કરી માતાજીના નિવન મંદિરનું મુર્હુત જોવડાવી વિકૃમ સંવત ૨૦૩૮ના ફાગણ વદ-૧ ધુળેટી ના તાઃ ૧૦/૩/૧૯૮૨ને બુધવારના દિવસે સદર મંદિરનું ખાતમુર્હુત કરવામાં આવેલું જે ગામના પનોતા પુત્ર અમેરીકા સ્થિત પટેલ કાન્તીભાઈ છગનદાસ તથા સીતાબેન કાન્તીભાઈ એ માતબર રકમનું દાન કરીને તેમના પિતાજી પટેલ છગનભાઈ કેવળદાસના વરદ હસ્તે ખાત મુર્હુત વિધી કરવામાં આવેલ છે.
મંદિરનું બાંધકામ લગભગ સાત વર્ષ ને ૭ માસ ચાલેલ ગામના અમદાવાદ સ્થિત એન્જીનીયર શ્રી પટેલ પુરષોત્તમભાઈ છગનદાસ સી.સી. પટેલ સાહેબે માર્ગદર્શન પુરૂ પાડેલ તમામ નામી અનામી લોકોના સહકારથી મંદિર શંકુલનું કામ પુરૂ થયા બાદ વિકૃમ સંવત ૨૦૪૫ ના આસોવદી ૮ ને તારીખ ૨૨/૧૦/૧૯૮૯ નો રવિવારના રોજ નવિન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નકકી થયેલ હોઈ જાસલપુર ગામના પનોતા પુત્ર ધંધાર્થે અમેરિકા સ્થાયી થયેલા પટેલ માણેકલાલ શંભુદાસ તથા આનંદીબેન માણેકલાલ ના વરદ હસ્તે માતાજીના નવિન મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ.
મંદિરના ઉદઘાટક જાસલપુર ગામના પનોતા પુત્ર ધંધાર્થે અમેરીકા સ્થાયી થયેલા પટેલ માણેકલાલ જીવાભાઈ તથા તારાબેન માણેકલાલના વરદ હસ્તે સાર મંદિર તેજ દિવસે બપોરે ના ૩ (ત્રણ) વાગે જાહેર જનતા માટે દર્શન માટે ખુલ્લું મુકવામાં આવેલ.
હાલ પણ દર વર્ષે આસો વદી ૮ ના રોજ શ્રી મેલડી માતાજી પ્રાણપ્રતિષ્ઠા દિવસ ધામધુમથી ઉજવવામાં આવે છે.
જાસલપુર ગામના વડીલો યુવક મંડળ તથા અમેરીકા સ્થિત ભાઈઓ તેમજ અમદાવાદમાં વસતા ભાઈઓ એ ભેગા મળી માતાજીના મંદિરના વહીવટ માટે એક કમીટી બનાવી જેને શ્રી મેલડી માતા સેવા ટ્રસ્ટ એવું નામ આપવામાં આવ્યું જેને મહેસાણાથી મદદનીશ ચેરીટી સાહેબ ની કચેરીમાં રજીસ્ટર કરાવવામાં આવેલ છે જેનો રજીસ્ટર નંબર એ-૨૩૦૪ મહેસાણા છે મંદિર ના વિકાસના કામો સદર ટ્રસ્ટ સંભાળે છે.
સમયાન્તરે ઉત્તર ગુજરાતમાં પાણીના નળ ખૂબજ ઉંડા જવાથી માતાજીના મંદિરની આગળ જે વાવ હતી તેમાં પાણી ઉંડા જવાથી પાણી ખેંચવા માટે એન્જીનનો ઉપયોગ કરવામાં આવેલ પણ કાળકૃમે વાવમાં પાણી બીલકુલ બંધ થઈ જતાં સદર વાવમાં ગામલોકો ફુલહાર, કુચા, શ્રીફળના છોતરા વગેરે નાખવા લાગેલા તે જોતાં દર્શનાર્થીઓની લાગણી ખૂબજ દુભાવવા લાગેલી જેના અનુસંધાનમાં સદર વાવને પુરાણ કરી દેવામાં આવેલી તથા તેજ જગ્યા ઉપર નવીન નાની વાવ ૧૦ ફુટ -૧૦ ફુટ બનાવવાનું નકકી કરવામાં આવેલ જેના અનુસંધાનમાં નવી વાવ બનાવવાાં આવી તથા વિકમ સંવત ૨૦૫૬ના કારતક સુદ-૧૪ ના તાઃ ૨૨/૧૧/૧૯૯૯ના રોજ નવિન વાવનું માતાજી ની મુર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી જે પ્રતિષ્ઠા મંદિર શંકુલના એન્જીનીયર તથા ટાઉન --- પટેલ પુરૂષોતમભાઈ છગનદાસ (સી.સી.પટેલ) તથા સવિતાબેન પુરૂષોતમભાઈ તથા શ્રી ખીભાખાઈ ભોળીદાસ તથા શ્રીમતી કસુમબેન ભીખાભાઈના વરદ હસ્તે કરવામાં આવેલ પણ સમયાન્તરે લોકોની લાગણી તેમજ માગણી ને માન આપી ને શ્રી મેલડી માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા નવિન વાવ જે પહેલા હતી તેનાથી પણ ખૂબજ ઉંડી પહોળી તથા ઉંચાઈ વાળી બનાવવાનું નકકી થતાં વિકૃમ સંવત ૨૦૨૧ના મહાવદ-૧ ને મંગળવાર તા ૨૫/૨/૨૦૧૪ ના રોજ વાવવામાં થી માતાજીની મૂર્તિની ઉથાપન વિધી કરવામાં આવી તથા નાની વાવ તોડીને સદર જગ્યા ઉપર નવિન વાવ બનાવવાનું કામ ચાલુ છે.જાસલપુર ગામે દર્શનાર્થીઓ ની સંખ્યા દીન પ્રતિદીન વધતી જતી હોવાથી તથા લોકોને ખુબજ તકલીફ પડતી જોવામાં આવતન શ્રી મેલડી માતા સેવા ટ્રસ્ટ તરફથી પુનમના દિવસે પાકા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ગામના લોકો તથા બહારથી આવતા દર્શનાર્થીઓની સગવડ માટે મંદિર શંકુલના આગળના ભાગે વિશાળ બગીઓ બનાવવામાં આવેલ છે તથા દર્શનાર્થીઓને ઉતારા માટે રૂમોની સગવડ કરવામાં આવેલ છે. બહાર ગામથી આવતા સંઘોને અહીંયા પુરતી સગવડ આપવામાં આવે છે તેમની સગવડ માટે ખૂબજ મોટા હોલની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે હોલના નામાંકરણ માટે જાસલપુર શ્રી મેલડી માતા સેવા ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પટેલ બાબુભાઈ જોઈતારામદાસ તથા શ્રીમતી હંસાબેન બાબુભાઈ દાતાશ્રી તરફથી તેમના પુત્ર સંજયભાઈના સ્મરર્ણાથે સદર હોલ માટે ૨૫૦૦૦૦૦ (પચીસ લાખ) રૂપીયાનું માતબર દાન આપીને જે હોલનું નામ સ્વ. સંજય બાબુભાઈ પટેલ સ્મૃતિ ભવન નું નામકરણ વિકૃમ સંવત ૨૦૭૦ કારતક વદી – ૧૦ ને ગુરૂવાર તાઃ ૨૮/૧૧/૨૦૧૩ ના રોજ નામાકરણ વિધી કરવામાં આવી તથા લોકોના જાહેર હિત માટે ખુલ્લું મુકવામાં આવ્યુ.
તથા જાહેર જનતાને ઉપયાગ સારૂ તથા લોકાને ખૂબજ સગવડ મળે તે માટે મંદિર શંકુલ ની આગળના ભાગે કોર્પોરેશન બેંકને સહકાર આપીને બેંક બનાવી છે જેથી ગામના તમામ નાના મોટા માણસો ને ખૂબજ સરળતા થી બેંકના કામકાજનો લાભ મળી રહે છે.
ઉપર મુજબના અનેક વિધ વિકાસના કામો ટ્રસ્ટી મંડળ મારફત કરવામાં આવે છે જરૂર પડે તો ટ્રસ્ટના ભંડોળમાંથી અનુદાન પણ આપવામાં આવે છે.